પ્રથમ સ્નેહમિલન તા. 18-03-2002

  બ્લ્ડ ડોનેશન કેમ્પ અને વ્યસન મુક્તિ અભિયાન

  (કોમ્યુનિટી હોલ કતારગામ)

વ્હાલા મિત્રો,
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ધંધા-વ્યવસાય અર્થે સુરતમાં આવી વસેલા વઘાસિયા જ્ઞાતિના કુટુંબોની એક સામાજિક સંસ્થા શ્રી વઘાસિયા પરિવાર સુરતના પ્રમુખશ્રી, રામજીભાઈ એલ. વડીલ અને મંત્રીશ્રી, રમેશ એન. એડવોકેટ ની સંયુક્ત યાદીમાં જણાવે છે કે સામાજિક સુધારણા ક્ષૅત્રે સતત પ્રવુત્તિશીલ એવી આ સંસ્થા દ્વારા તા. 18-03-2002 ના રોજ સ્નેહમીલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈના હીરા ઉદ્યોગના અગ્રણીશ્રી મનસુખભાઇ વઘાસીયા (ડેની) એ પ્રમુખ સ્થાન શોભાવ્યું હતું. સાથે પરબ તીર્થ ધામના મહંત શ્રી ધીરેન્દ્રદાસબાપુ, સુરત જિલ્લા સરકારી મંડળીઓના રજીસ્ટર શ્રી આર. આર. વઘાસિયા, સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી વી. વી. વઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહની સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટૂંક સમયમાં 100 બોટલનું રક્તદાન પરિવારના સભ્યોએ કરી માનવતાની આપ્રવુતિની શુભ શરૂઆત કરી હતી, આરોગ્ય લક્ષી પ્રવુતિના ભાગરૂપે સમાહરોહના પ્રમુખશ્રી મનસુખભાઇ ના પ્રયાસો અને સૂચનથી વ્યસન મુક્તિ અભિયાન પણ હાથ ધરવામાં આવેલ જેમાં અનેક ભાઈઓ વ્યસન છોડવાનો નિર્ણય જાહેર કરેલ હતો. વ્યસન મુક્તિનું આ અભિયાન દરેક દરેક કુટુંબ સુધી પહોચાડવા માટે મનસુખભાઇ ડેનીએ અનુરોધ કર્યો હતો, આર. આર. વઘાસિયાએ પરિવારની સ્થાપના, હેતુઓ, પ્રવુતિઓ અંગે વિસ્તુત માહિતી આપી હતી પ્રમુખશ્રી રામજીભાઈ વડીલે સ્વાગત પ્રવશન કર્યું હતું પરબ તીર્થધામના પૂજ્ય ધીરેન્દ્રદાસ બાપુએ સામાજિક સુધારણાની જરૂરિયાત, યુવાનો અને બાળકો માટે શેક્ષણિક પ્રવુતિઓ પ્રતિ રચનાત્મક અભિગમ દાખવવા ભારપૂર્વક જણાવતા કહ્યું હતું કે ઉમદા પ્રવૃત્તિની આ જ્યોત પરિવાર થી શરૂ કરી રાષ્ટ્ર સુધી ફેલાઈ તે માટે દરેક વ્યક્તિએ કટીબધ્ધ બનવું પડશે. રચનાત્મક અભિગમ ધરાવતા શ્રી વઘાસિયા પરિવાર આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને ચંસાલન શ્રી રમેશભાઈ વઘાસિયા (વંડા) એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા પરિવારના ઉપપ્રમુખશ્રી દેવશીભાઇ તથા ખજાનચી શ્રી ધીરુભાઈ (વિજયાનગર), રમેશભાઈ (આંકોલવાડી), ધરમશીભાઈ (નિંગાળા), અરજનભાઇ (દાત્રાણા), દિલીપભાઈ(આસોદર), વિનુભાઈ(મુંજીયાસર), ધીરુભાઈ(બરવાળા), નરેશભાઈ તથા ચેતનભાઈ વગેરે ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં 1500 મેમ્બરોની નોંધણી થઇ હતી.